આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ પીણું પીશો તો આંતરડામાં ચોટેલો બધો જ મળ બહાર નીકળી જશે

દોસ્તો વરિયાળી એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ પ્રાચીન કાળથી માઉથ ફ્રેશનર અને ઘરગથ્થુ દવા તરીકે કરવામાં આવે છે. જ્યારે સાકર ખાંડનું એક સ્વરૂપ છે,

જે ખાંડ કરતાં ઓછી મીઠી અને સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. સામાન્ય રીતે સાકરનો ઉપયોગ પ્રસાદ અને મીઠાઈના રૂપમાં થાય છે. જોકે તમે સાકરનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે ઘરગથ્થુ ઔષધિ તરીકે પણ કરી શકો છો.

જો વરિયાળી સાથે સાકરનો ઉપયોગ કરવામાં આવે તો તે પોષક તત્વોથી સમૃદ્ધ ઔષધિ બની જાય છે. આ શક્તિશાળી મિશ્રણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને બીમારીના તબક્કામાં રોગના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.

વરિયાળીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ડી જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત વરિયાળીમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ જેવા અનેક ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આ સિવાય સાકારમાં આયર્ન, ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોની દૃષ્ટિ નબળી છે, એવા લોકોએ નિયમિતપણે સવારે ખાલી પેટે વરિયાળી અને સાકરનું પાણી લેવું જોઈએ. વાસ્તવમાં વરિયાળી અને સાકરનું પાણી પીવાથી આંખોની રોશની વધે છે. આ સિવાય તમે વરિયાળી અને સાકરનો પાવડર બનાવીને રાત્રે દૂધમાં મિક્સ કરીને પી શકો છો.

વરિયાળી અને સાકરનું પાણી પીવાના ફાયદાઓમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં વરિયાળી અને સાકરમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ જેવા ગુણ હોય છે,

જે શરીરને શરદી, ઉધરસ અને ફ્લ્યું જેવા સામાન્ય મોસમી તાવથી બચાવે છે. આ ઉપરાંત, વરિયાળીમાં હાજર વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરે છે.

વરિયાળી અને સાકરનું પાણી પીવું પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વાસ્તવમાં વરિયાળી અને સાકરની મીઠાઈમાં રહેલા પોષક તત્વો પાચનમાં સુધારો કરે છે અને ખોરાકને સારી રીતે પચાવવાનું કામ કરે છે. જેનાથી પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત બની જાય છે, તેથી જે વ્યક્તિની પાચન ક્રિયા નબળી હોય, તેણે નિયમિતપણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. અને સવારે ખાલી પેટ પર સાકર ખાવી જોઈએ.

જે લોકોના નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે વરિયાળી અને સાકરનું પાણી ઔષધીનું કામ કરે છે, એટલા માટે જે લોકોને ઉનાળામાં નાકમાંથી લોહી નીકળતું હોય તેવા લોકોએ દરરોજ વરિયાળી અને સાકરનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

માનસિક કાર્ય ક્ષમતા વધારવા માટે વરિયાળી અને સાકરનું પાણી રોજ પીવું જોઈએ. કારણ કે વરિયાળી અને સાકરનું પાણી પીવાથી યાદશક્તિ મજબૂત થાય છે સાથે જ માનસિક તણાવ પણ ઓછો થાય છે.

તેથી જે લોકો ડિપ્રેશનથી પીડાતા હોય અને જેમની યાદશક્તિ નબળી હોય તેઓને સ્મૃતિ ભ્રંશની સમસ્યા હોય. તેઓએ દરરોજ વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ.

પીરિયડ્સમાં અનિયમિતતા એટલે કે જો કોઈ મહિલાને સમયસર માસિક ન આવતું હોય અથવા ખૂબ જ વહેલું આવે તો તે મહિલાઓએ ખાલી પેટે વરિયાળી અને સાકરના પાણીનું સેવન કરવું જોઈએ.

હકીકતમાં સાકર અને વરિયાળીમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે પીરિયડ્સને નિયમિત બનાવવામાં મદદ કરે છે સાથે જ પીરિયડ્સ દરમિયાન પેટના દુખાવામાં પણ રાહત આપે છે.

જે લોકોને કબજિયાત એટલે કે પેટ સાફ ન થવાની સમસ્યા હોય એવા લોકોએ વહેલી સવારે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ. કારણ કે સવારે ખાલી પેટ વરિયાળી અને સાકરનું પાણી પેટ સાફ કરે છે.

આ સિવાય જે વ્યક્તિને ખોરાક ખાધા પછી પેટમાં ગેસ બનવાની સમસ્યા હોય તો તેઓએ પણ આ જ રીતે સવારે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!