આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કામ કર્યા વગર પણ હાથ પગ દુ:ખ દુ:ખ કરે છે, કરી લો આ ઉપાય

દોસ્તો હવે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ઉનાળાની ઋતુમાં વિવિધ પ્રકારના ફળો બજારમાં મળવા લાગે છે. જે પૈકી એક તરબૂચ છે. જે સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે વિવિધ પ્રકારના રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે.

હકીકતમાં તરબૂચમાં એવા પોષક તત્વો મળી આવે છે જે આપણને વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે સક્ષમ હોય છે. આ પોષક તત્વોમાં વિટામિન, બીટા કેરોટિન, એન્ટિ ઓક્સિડન્ટ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે શામેલ છે. આ સાથે તરબૂચમાં પાણીનો ભાગ વધારે હોવાને કારણે તેના સેવનથી આસાનીથી વજન પણ ઓછું કરી શકાય છે.

જો તમને બ્રેસ્ટ કેન્સર, ફેફસાનું કેન્સર, ગર્ભાશય નું કેન્સર વગેરે જેવા રોગો થવાનો ભય હેરાન કરી રહ્યો હોય તો તમારે તરબૂચ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે તરબૂચમાં મળી આવતા પોષક તત્વો કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.

અને કેન્સરના કોષો ને દૂર કરે છે. આ સાથે તરબૂચમાં મેગ્નેશિયમ મળી આવતું હોવાના કારણે તેના સેવનથી તમે લાંબા સમય સુધી થાક્યા વિના કામ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તરબૂચમાં મળી આવતું પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. આ સાથે તેમાં પોટેશિયમ મળી આવતું હોવાને કારણે તેના સેવનથી તમારા શરીરમાં બ્લડ પ્રેશર, રક્તચાપ જેવી સમસ્યાનો જન્મ થતો નથી.

આજ ક્રમમાં તરબૂચ હૃદય રોગથી પણ રાહત આપવાનું કામ કરે છે. હૃદય આપણા શરીરનો એવો ભાગ છે, જે સ્વસ્થ રહેવો ખૂબ જ જરૂરી છે. આવામાં જો તમે તરબૂચ ખાવાનું શરૂ કરી દો છો તો તેનાથી આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ માં વધારો થતો નથી અને તમે આસાનીથી હૃદય રોગથી બચી શકો છો.

તરબૂચમાં વિટામિન એ પણ મળી આવે છે. જે આંખોને સુરક્ષિત રાખીને તેની રોશનીમાં વધારો કરવામાં મદદ કરે છે. આ સાથે તેમાં મળી આવતું એમિનો એસિડ તમને સ્નાયુઓના દુખાવાથી રાહત આપી શકે છે. જો તમે હાથ પગના દુખાવા અને સંધિવાનો સામનો કરી રહ્યા છો તો તમારે અવશ્ય તરબૂચ ખાવું જોઈએ.

તરબૂચ ખાવાને લીધે આપણું મગજ શાંત બને છે. હકીકતમાં તરબૂચ ની અસર ઠંડી હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ તેનું સેવન કરે છે તો તેના શરીરમાં ઠંડક પ્રસરી જાય છે અને મગજ પણ શાંત બને છે.

આજ ક્રમમાં તરબૂચ ખાવાથી આપણા શરીરમાં રહેલા ઝેર યુક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. જેનાથી ત્વચાની ચમક વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તરબૂચ માં પાણી મળી આવતું હોવાને કારણે તેના સેવનથી આપણા શરીરમાં વધારાના પોષક તત્વોની હાજરી અકબંધ રહે છે. આ સાથે ઉનાળામાં આપણા શરીરમાં સૌથી વધારે પાણીનું જરૂરિયાત હોય છે અને તરબૂચ ખાવાથી આ કમી પૂરી કરી શકાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે તરબૂચની સાથે સાથે તેના બીજને પણ ભોજનમાં શામેલ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમારે તરબૂચના બીજની ચા બનાવવી પડશે. જે આપણા શરીરના ફાઈબર ની કમી પૂરી કરી શકે છે અને પાચન તંત્રમાં વધારો કરી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!