આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

થોડું ઠંડું ખાઈને પણ દાંતમાં ઝણઝણાટી આવે છે, હાલ જ કરી લો આ ઉપાય

દાંત ની પીડા અતિકષ્ટદાયક માનવામાં આવે છે. તંદુરસ્ત અને મજબૂત દાંત એ સુખી આરોગ્યની નિશાની છે. દાડમના દાણા જેવી દાંતપંક્તિ વ્યક્તિ માં અનેક ગણો નિખાર લાવે છે.

તેવી જ રીતે મુખસૌંદર્ય માં પણ દાંત મહત્વનો ભાગ ભજવે છે. દાંત માં સડો,લોહી પડવું,મોઢામાંથી દુર્ગંધ વગેરે ના કારણે પેટ ,ગળું અને આંતરડાં ના રોગ થઈ શકે છે. માટે દાંતનું રક્ષણ ખૂબ જરૂરી છે.

દાંતની પીડા ન થાય તે માટે સાવચેતી ના પગલાં:- બાળકો ને નાનપણથી જ ખાધા પછી તરતજ મોં સાફ અને કોગળા કરવાની ટેવ પાડવી જોઈએ. દૂધ એ દાંત માં ઝડપથી રોગ વધનારું છે જેથી અવશ્ય સાફ કરવા જોઈએ. સવારે ઊઠી ને અને રાત્રે સૂતાં પહેલા બ્રશ કરવો તથા ખૂબ હલકા હાથે અને દાંત ધસી ને ન કરવા જોઈએ. દરેક વ્યક્તિ એ અઠવાડિયામાં એકવાર લીમડો,વડ, બાવળકે બોરસલ્લી નું દાંતણ કરવું જોઈએ.

દિવેલ માં કપૂર ગરમ કરી દાંત અને પેઢા પર લગાવવાથી મજબૂત બને છે. શેકેલા કે બાફેલા ચના ખવાથી દાંત ને કસરત મળે છે. તથા તલ ના તેલ ની માલિશ કરવી. સિગારેટ,બીડી,તમાકુનું વ્યસ્ન અવશ્ય છોડી દેવું જોઈએ. અતિશય ઠંડાં અને ગરમ પદાર્થો ખાવાથી લાંબા સમયે હાનિકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દાંત ની પીડા ના ઉપચારો:- જો દાંત માં દુખાવો થયો હોય કે સડો તો અક્કલકરાનું ચૂર્ણ ભરવાથી રાહત થાય છે.અથવા લવિંગ ના તેલ નું પુમડું મુકવાથી પીડા ઓછી થાય છે.

મોં માંથી દુર્ગંધ આવવી, પેઢા સુજી જાવા કે દાંત ના દુખાવામાં ફુલાવેલી ફટકડી વડે માલિશ કરવાથી આરામ મળે છે. નાની ઉંમર માં જે વ્યક્તિ ના દાંત હલી ગયા હોય તેને વડની વડવાઈનું દાતણ કરવું તથા તેના દૂધ ની માલિશ કરવાથી મજબૂત થાય છે.

મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરી હળવેથી માલિશ કરવાથી પીળા દાંત સફેદ થાય છે. ત્રિફળા અને લોધ્ર નો ઉકાળો કરી કોગળા કરવાથી દાંતની પીડા માં ફાયદો થાય છે. વિટામિન અને પ્રોટીનથી યુક્ત આહાર તથા લીલા શાકભાજી ,દૂધ, માખણ,સંતરા વગેરે ખોરાક માં લેવાથી દાંત અને પેઢા સ્વસ્થ રાખી શકાય છે

મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!