આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે રાત્રે જમીને તરત જ સુઈ જતાં હોય તો 2 મિનિટ કાઢીને આ વાંચી લેજો

આયુર્વેદ મુજબ ઘણા એવા કામો છે જેને કરવાથી પાચનક્રિયા ઝડપી બની જતી હોય છે. ઘણા કામો એના વિરોધી પણ હોય છે. આપણી જીવનશૈલી આપણા શરીર પર આધારિત હોય છે.

જેથી જીવનશૈલી બદલાવને કારણે પણ આપણે અનેક રોગોનો સામનો કરવો પડે છે. તો આજે આપણે ભોજન કર્યા બાદ શુ શુ ન કરવું તેની ચર્ચા કરીશું અને જો તમે આ પ્રવૃત્તિ કરશો તો તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ શકે છે.

👉 ચા – કૉફી પીવી નહી : ઘણા લોકો ચા – કૉફીના બહુ શોખીન હોય છે. ઘણા લોકો ભોજન કર્યા પછી ચા પીવાનું પસંદ કરતા હોય છે.

પરંતું ભોજન પછી ચા – કૉફી ન પીવાથી ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ભોજન કર્યા પછી ચા પીવાથી શરીરને ખોરાકને પચાવવામાં તકલીફ પડે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉ધુમ્રપાન કરવું નહી : આપણે જાણીએ છીએ કે ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ ભોજન કર્યા પછી તરત જ ધુમ્રપાન કરવું એ આમ ધુમ્રપાન કરવા કરતાં વધુ જોખમી છે. એનાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓ થવાની શક્યતા રહે છે.

👉ફળોનું સેવન ન કરો : ભોજન કર્યા પછી ફળ ખાવાનો ઘણાં લોકો ને શોખ હોય છે. પરંતું આપણ ને ખબર નથી કે જમ્યા પહેલાં કે જમ્યા પછી તરત જ ફળ ખાવા એ લાભદાયી નથી. જમ્યા પછી તરત જ ફળ ખાવા એ શરીરને નુકસાન પહોંચાડે છે અને ગેસ, કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.

👉ન્હાવું નહી : યોગ્ય સમયે ન્હાવું અને યોગ્ય સમયે ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પરંતું ઘણા લોકો ને ખાવાનો કે ન્હાવાનો સમય નક્કી હોતો નથી.

ખાધા પછી તરત જ ન્હાવું એ સૌથી વધારે નુકસાનકારક મનાય છે. આમ કરવાથી પેટની ચારે તરફ રક્તપ્રવાહ વધે છે અને પાચનક્રિયા ધીમી પડે છે. જેથી પાચનની બીમારીઓની શરૂઆત થાય છે.

👉સૂવું નહીં : ઘણા લોકો જમ્યા પછી તરત જ સુવાનું પસંદ કરે છે, પરંતું જમ્યા પછી તરત જ સુવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જમ્યા પછી તરત જ સુવાથી પાચન યોગ્ય રીતે થતું નથી. પરીણામે ગેસ, મોટાપો જેવી સમસ્યાઓની શરૂઆત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

👉બેલ્ટ ઢીલો ન કરવો : ઘણા લોકો ને કેપીસિટી કરતા વધારે ખાવાની આદત હોય છે અને ત્યાર પછી બેલ્ટ ઢીલો કરે છે. પરંતું આમ કરવાથી પેટની સમસ્યાઓ થાય છે. શરીરની પાચનક્રિયા ધીમી પડવા લાગે છે. પાચનક્રિયા નબળી પડવાથી ઘણી બીમારીઓ થાય છે.

આમ તમે જો ભોજન કર્યા પછી જો આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારાથી પેટ સંબંધી બીમારીઓ દૂર રહેશે અને જો તમે જો ભોજન કર્યા બાદ આ બધી વસ્તુઓ કરતા હોય તો આજથી જ છોડવાનો પ્રયત્ન કરજો. નહીં તો આગળ ગંભીર પરિણામ આવી શકે છે

અને હા મિત્રો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો જ છે એટલે આ આર્ટિકલ ને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ..

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!