આજના આ જમાનામાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું જવાન દેખાઉં. અને એના માટે તેની ત્વચા ખૂબ જ મહત્વની છે. કારણ કે ત્વચા દ્વારા જ કોઇપણ વ્યક્તિની આશરે ઉમર નક્કી થાય છે. એટલા જ માટે ત્વચા તંદુરસ્તીનું મહત્વ ખૂબ વધી ગયું છે.
કારેલાં : કોઈને કારેલાનું શાક ભાવે કે ન ભાવે પણ તે ખાવું જ જોઈએ. કારેલાંમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ જેવા અગિણત ફાયદાકારક તત્ત્વો રહેલાં છે. આ તત્ત્વો સૌંદર્યને લગતી સમસ્યાઓમાં કારગર નીવડે છે.
કરેલું એક એન્ટિ એજિંગનું કામ કરે છે. ખીલના ઘેરા કાળા ડાઘ પર કારેલાનાં પાનનો રસ કાઢીને લગાડવાથી ખૂબ સારો ફાયદો થાય છે.
ટામેટા: ટામેટાનો ઉપયોગ આપણે રસોઈમાં કરતા હોઈએ છીએ. ટામેટામાં વિટામિન ‘સી’ ઉપરાંત ‘એ’ પણ હોય છે. માટે ફેસપેક ઉપરાંત નિયમિત તેનું સેવન કરવાથી ત્વચા મુલાયમ અને સુંદર બને છે. આ ઉપરાંત ત્વચામાં કસાવ પણ આવે છે.
દ્રાક્ષ : દ્રાક્ષમાં ખનિજ તત્ત્વોની ભરમાર છે. જે શરીરને ઊર્જાવાન રાખે છે. સૂર્યનાં કિરણોથી હાનિ પામેલી ત્વચા માટે લાભકારી નીવડે છે અને ડેથ સેલ ને દૂર કરી નવા સેલ બનાવે છે. તેનું નિયમિત સેવન એન્ટિ એજિંગનું કામ કરે છે.
આંબળાં: આંબળાં વિટામિન ‘સી’નું સૌથી શ્રેષ્ઠ સ્રોત છે. તે લોહીને સાફ કરવામા ખુબજ ઉપયોગી છે અને તેના સેવન કરવાથી ભૂખમાં પણ વધારો થાય છે.
આંબળાં ત્વચાને અને હાડકાંને સ્વસ્થ રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. આંબળાંના નિયમિત સેવનથી ત્વચા પરથી કરચલી દૂર થઇ જાય છે. કાચા આંબળાનો રસ ચહેરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે.
આદું : આદુને આપણે દરરોજ ચામાં નાખીને ચા પીએ છીએ. આદુંને ત્વચા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ત્વચાને લાંબા સમય માટે યુવાન રાખવા આદુંનું સેવન કરવું જોઇએ.
ખાલી પટે આદું ચાવવાથી ત્વચા વધુ આકર્ષક બને છે. આદુંના રસને રૂ વડે ચહેરા પર લગાડવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે અને ત્વચા નિખરે છે.
જો તમેં પણ આટલા ઉપાયો અજમાવશો તો ચોક્કસ તમને ધાર્યું એવું પરિણામ મળશે અને તમારી ત્વચા પણ તંદુરસ્ત રહેશે. સાથે જે ઉપાયો છે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે.
જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો જ હશે એટલે તમે આ આર્ટિકલને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર અવશ્ય કરજો અને હા, જો હજુ સુધી તમે અમારું આ પેજ લાઈક નથી કર્યું તો નીચેવાળું લાઈક બટન દબાવીને લાઈક કરી દો જેથી દરેક આયુર્વેદિક આર્ટિકલની માહિતી તમારા સુધી પહોંચે સૌથી પહેલા…ધન્યવાદ… જયહિંદ..