આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરદી ઉધરસ માટે દવા લેવા ના જતા, આ ઉપાયથી ઘરે બેઠા જ મટી જશે

શિયાળો આવે એટલે કેટલી મજા પડી જાય છે ,પરંતુ શિયાળા માં અનેક પ્રકાર ની બીમારી થતી હોય છે. આપણા શરીર માં વાત પિત અને કફ નું અસંતુલન થાય ત્યારે આપના શરીર માં અનેક બીમારી થાય છે. કફ ખાસ કરીને શિયાળાની ૠતુ માં થાય છે. આપના શરીર માં ફોસ્ફરસ નામના તત્વ ની ઉણપ આવે છે ત્યારે કફ થાય છે.

કફ થાય ત્યારે ફોસ્ફરસ તત્વ આપના શરીર માં જાય ત્યારે કફ મટી જાય છે કફ જમા થવાના બીજા ઘણા કારણો પણ હોય શકે જેવા કે શરદી, તાવ ,ફલૂ ,વાયરલ ઇનફેકશન વધારે પડતું સ્મોકિંગ થી પણ કફ થઈ શકે છે .

કફ મટાડવા માટે ઉપાય:-

કફ ઘરેલુ ઉપચાર થી પણ મટાડી શકાય છે જેમ કે દેશી ગોળ એ કફ મટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. બીજો ઉપાય 2 કપ પાણી માં 30 મરી પીસીને ચોથા ભાગનું પાણી થાય ત્યાં સુધી ઉકાળી તેમાં એક ચમચી મધ મીશ્ર કરી પીવાથી કફ દૂર થઈ શકે છે. લસણ ખાવાથી પણ કફ બહાર નીકળી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ દેશી ઉપચાર થી ટીબી જેવી બીમારી પણ દૂર થઈ શકે છે. કફ મટાડવા માટે અરડૂસી નો રસ અને મધ સાથે ખાવાથી પણ કફ તરત જ છૂટો પડી જાય છે અને ગણી રાહત મળે છે.

શરદી

શિયાળાની ઋતુ શરૂ થતાં જ શરદી ની સીઝન આવી ગઈ હોય એવું લાગે છે. જ્યાં જુઓ ત્યાં બધા ને શરદી તો હોય જ છે. ઋતુ પરિવર્તન કે આપણા આહાર વ્યવહાર મા પરિવર્તન થતા શરદી થાય છે. શરદી એ એક પ્રકાર નું વાયરલ ઇનફેકશન છે શરૂઆત માં છીંકો આવતી હોય છે.

ત્યાર પછી શરદી થતા આંખ માંથી પાણી માથા નો દુખાવો પણ થતો હોય છે. શરદી માં કેટલીક વાર તાવ પણ આવતો હોય છે. શરદી ના કારણે ઊંઘ પણ આવતી નથી તેવી પરિસ્થિતિ થતી હોય છે.

શરદી મટાડવાના ઉપાય :-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરદી થતા જ આપણ ને બેચેની જેવું લાગતું હોય છે, માથું દુખે છે. આપણે ઘરેલુ ઉપચાર દ્ધારા પણ શરદી મટાડી શકાય છે. આદુ નો રસ અને એક ચમચી મધ સવાર સાંજ ખાવાથી શરદી મટી જાય છે. કાંદા ના રસ ના ટીપા નાક માં નાખવાથી શરદી મટી જાય છે. ગરમ પાણી માં વિક્સ બોંમ નાખી ને નાસ લેવાથી પણ શરદી મટી જાય છે.ચીની કબાબ ને સવારે ગરમ પાણી માં 2-4 ચોરી ને પીવાથી પણ શરદી મટી જાય છે.

ઉધરસ માટાડવાના ઉપાયો:-

મીશ્ર ઋતુ થવાથી શરદી અને ઉધરસ થતી હોય છે. ગરમી ની સીઝન ચાલુ થતા ઠંડુ પાણી કે વસ્તુ ખાવાથી પણ ઉધરસ થઈ શકે છે. કોઈ ચેપ કે વાયરસ ના કારણે પણ ઉધરસ થઈ શકે છે. ઉધરસ મટાડવા ગરમ કરેલા દૂધ માં હળદર નાખીને પીવાથી ઉધરસ મટી જાય છે અને કફ હોય તો પણ તૂટી જાય છે.

તુલસી નો રસ સાકર સાથે પીવાથી પણ ઉધરસ માં રાહત મળે છે. ઉધરસ માટે સૌથી વધુ તો હળદર કામ આવતી હોય છે ઘણા મિત્રો તો દરરોજ દૂધ માં હળદર નાખીને પીતાં હોય છે જેના થી ગળું સાફ રહે છે.

ઋતુ સંક્રમણ થવાની પણ શરદી ઉધરસ અને કફ થતો હોય છે તેના લીધે માથાનો દુઃખાવો, તાવ અરુચિ જેવી સમસ્યા પણ થતી હોય છે શરદી, ઉધરસ અને કફ મટાડવા માટે

ગરમ પાણી માં હળદર લીંબુ નાખીને ઉકાળી ને પીવાથી પણ મટી શકે છે. જો આ બીમારી નો ઇલાજ ના થાય તો એમાં થી બીજી બીમારી પણ થઈ શકે છે માટે સારવાર લેવી જરૂરી છે .

મિત્રો તમને મારો આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો ને share જરૂર કરો. અને જો હજુ સુધી તમે અમારા આ પેજને લાઈક નથી કર્યું તો નીચેનું લાઈક બટન દબાવીને લાઈક કરી દો. ધન્યવાદ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!