આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલીને કારણે અને ક્ષાર વારુ પાણી પીવાને લીધે મુખ્યત્વે પથરી થાય છે. અને આ પથરી થયા પછી તેનો દુખાવો ખુબ જ ભયંકર હોય છે. પથરી થયા પછી આપણે તેને આયુર્વેદિક ઉપચારો વડે દૂર કરી શકીએ છીએ. તો આજે આપણે જોઇશું આયુર્વેદિક ઉપાયો વડે પથરી કઈ રીતે દૂર કરી શકીએ.
પથરી માટે લીંબુ નો રસ ખુબ જ ફાયદાકારક છે. લીંબૂના રસમાં સિંધવ મીઠા ને નાખીને તેને બરાબર હલાવી ઊભા-ઊભા પીવાથી પથરી ધીમે ધીમે ઓગળી ને પેશાબ માટે બહાર નીકળે છે. પથરીના દર્દીઓએ લીંબુનો શરબત પણ પીવો જોઈએ.
દેશી ગાયના દૂધની છાસમાં સિંધવ મીઠું નાખીને દરરોજ સવારે ઉભા ઉભા 200 દિવસ સુધી સતત પીવાથી પથરી પેશાબ વાટેથી બહાર નીકળે છે. અને પથરીના દર્દીઓએ ગમે તે છાશ પીવી જોઈએ જેથી પથરી સરળતાથી નીકળી જાય.
ગોખરુ ના કાંટા માંથી બનાવેલ ચૂર્ણ ને મધમાં નાખી ને દરરોજ ચાટવાથી પથરી ઓગળી ને બહાર નીકળે છે. નારિયેળના પાણીમાં લીંબુનો રસ મિલાવીને રોજ સવારે ઉઠયા બરાબર પીવાથી પથરી માટે છે. કારેલાં નો રસ કાઢીને છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
દરરોજ રાત્રે 50 ગ્રામ કળથી પલાળી રાખી તેને સવારે મસળી, ગળી એ પાણીને રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે. કળથી નો સૂપ બનાવીને તેમાં એક ચપટી સૂકોખાર નાખીને પીવાથી ઓગળીને બહાર નીકળી જાય છે
અને પથરીની ભયંકર પીડામાંથી મુક્તિ મળે છે. મહેંદીના પાનનો ઉકાળો બનાવીને દરરોજ પીવાથી પણ પથરી ઓગળી જાય છે.
આમ આપણે પથરી ને આયુર્વેદિક ઉપાયો વડે દૂર કરી શકીએ છીએ. આ ઉપાયો વડે તમારી પથરી 100 ટકા નીકળી કે ઓગળી જશે. તમને અમારો આ આર્ટિકલ ગમ્યો જ હશે અને
જો તમે નિરંતર આયુર્વેદિક ઉપાયો અને નુસખાઓ જાણવા માગતા હોય તો અમારા આ પેજ ને લાઈક કરી લો અને હા અમારી આ પોસ્ટ શેર કરવાનું ભૂલતા નહીં….