રસોડામાં વપરાતા બધાજ મસાલા ઉપરાંત હિંગ પણ મહત્વનો ભાગ લેવા છે. ગમેતેવો મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો પણ હિંગ ના હોય તો મજા આવતી નથી. હિંગ ની સ્મેલ પણ અલગ જ હોય છે જે દાળ-શાક ની ટેસ્ટી બનાવે છે. એક ચપટી હિંગ એ ખાવાનો ટેસ્ટ અલગ જ કરી દે છે.
હિંગનું મોટાપાયે ઉત્પાદન ડુંગળવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે તેમ ખાસ કરીને અફઘાનિસ્તાન અને બ્લુચીસ્તાન ના વિસ્તારોમાંથી મળી આવે છે. તેનો ભારતમાં આયત કરવામાં આવે છે. તે ગરમ હોવાથી ઠંડી ની ઋતુમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
હિંગ ના ફાયદા:-
હિંગ લોહીને પાતળું કરે છે તથા જામવા દેતું નથી તેમા રહેલુ કોમારીન નામનું તત્વ અગત્યનો ભાગ ભજવે છે. તે બ્લડપ્રેશર વાળા વ્યક્તિઓને ફાયદાકારક સાબિત થાય છે તે ગરમ હોવાથી તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. તેનો એક ચપટી ઉપયોગ પૂરતો છે. તે પાચનનીક્રિયા ને સરળ બનાવે છે.
હિંગમાં ઈંફ્લેમેટ્રી અને એન્ટીઓક્સીડેન્ટ નામનું તત્વ હોવાથી તે ખોરાકનું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે મહિલાઓમાં પિરિયડ ની સમસ્યાની તકલીફ ને દૂર રાખે છે. તે યુકેરિયા અને કેન્ડીલા ઇન્ફેક્શન ને દૂર રાખે છે. તે ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ આવશ્યક છે.
પેટની તમામ તકલીફો માંથી છુટકારો મળે છે. હિંગ નો ઉપયોગ કરવાથી પુરુષોમાં યૌન સંબધી તકલીફમાંથી છુટકારો મળે છે. રોજ ભોજનમાં હિંગનો ઉપયોગ કરવાથી શુક્રાણુ, શીઘ્રપતન જેવી બીમારીઓ દૂર રહે છે. તે ઉપરાંત હૂંફાળા પાણીમાં હિંગ ભેરવીને પીવાથી કામેચ્છા માં વધારો થાય છે.
જો વધુ પડતી કફની સમસ્યા હોય તો હિંગની પેસ્ટ બનાવી છાતી પર લગાવાથી કફ બહાર નીકળી જાય છે. જો સતત હેડકી અને ઓળકાળ આવ્યા કરતા હોય તો કેળાના પલ્પમાં હિંગ નાખીને ખાવાથી તરતજ આરામ મળે છે. જે લોકોને પગના વાઢીયા પડ્યા હોય તેવા લોકોએ લીમડાના તેલમાં હિંગ ભેરવીને લગાવાથી મટી જાય છે.
હિંગનું પાણી બનાવી પીવાથી હાડકા મજબુત બને છે અને ગેસ ની સમસ્યામાંથી આરામ મળે છે. હિંગ ને પાણીમાં ભેરવીને ધાધર વાળી જગ્યાએ લગાવાથી ધાધર મટી જાય છે. હિંગના ચૂર્ણમાં મીઠું મિક્સ કરીને પીવાથી લો બ્લડપ્રેશર માં ફાયદો થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.