દોસ્તો હવે ધીમે ધીમે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની ઋતુમાં શરીરમાં પરસેવો થવાને લીધે વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે.
જેમાં ધાધર, ખરજવું, ખંજવાળ જેવી સમસ્યાઓ લોકોને સૌથી વધારે હેરાન કરતી હોય છે. આ બધી સમસ્યાઓ એવી છે કે જેમાં દવાઓ લીધા પછી પણ બહુ જલ્દી આરામ મળતો નથી અને ચામડી એકદમ લાલ થઇ જાય છે.
વળી આ જગ્યાએ વારંવાર ખંજવાળ આવતી હોવાને કારણે તમે કોઈ અન્ય કામ પર ધ્યાન પણ આપી શકતા નથી. જો કોઈ વ્યક્તિને ધાધર ની સમસ્યા પરેશાન કરી રહી હોય છે ત્યારે તે વ્યક્તિને લોકોની સામે શરમ નો પણ સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ધાધર, ખરજવું અને ખંજવાળ વગેરે જેવી સમસ્યાઓ થી છુટકારો મેળવવા ના કેટલાક દેશી ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
તમને જણાવી દઈએ કે આ બધા જ ઉપાય ખૂબ જ કારગર છે અને તેનો ઉપયોગ કરીને તમે આસાનીથી ઘણા રોગોથી દૂર રહી શકો છો. જો તમને ધાધર, ખરજવું અને ખંજવાળની સમસ્યા રહેતી હોય તો તમારે સૌથી પહેલા અસરગ્રસ્ત જગ્યાને ઠંડા પાણીથી સાફ કરી લેવી જોઇએ
અને તે જગ્યાએ કોપરેલ, લોશન વગેરે જેવી વસ્તુ લગાવવી જોઈએ. જો આ બધી વસ્તુઓ લગાવ્યા પછી પણ રુઝ આવી રહી નથી તો તમારે કોઈ સ્પેશિયાલિસ્ટ વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ.
જ્યારે તમે તડકામાં બહાર જઈ રહ્યા હોય ત્યારે મોઇશ્ચરાઇઝ લગાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. જે તમારી ચામડીને એકદમ તૈલીય બનાવે છે અને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. આ દરમિયાન તમારે સ્નાન કરતી વખતે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
જો તમે ઓલિવ ઓઈલમાં થોડુંક મીઠું અને કોન ફ્લાવર ઉમેરીને મલમ જેવું બનાવી લો છો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવી સુકાયા પછી ગુલાબ જળ લગાવો છો તો તમારી ચામડી એકદમ મુલાયમ બની જાય છે.
આ સિવાય તમે ઘઉંના લોટમાં હળદર તથા લીંબુનો રસ ઉમેરી તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવામાં આવે તો પણ ધાધર, ખંજવાળની સમસ્યા રહેતી નથી.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગાજરનો રસ પણ ત્વચાના રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ માટે તમારે ગાજરના રસમાં થોડુંક દૂધ ઉમેરીને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ.
તમે કોબીજ ના પાનની એક પેસ્ટ બનાવી લો છો અને તેને ઘા થયો હોય એ જગ્યાએ લગાવો છો તો પણ તે સમસ્યા દૂર થઈ જાય છે.
કાચા પપૈયાના છોડમાંથી દુધ કાઢીને તેને ચામડીના રોગ ઉપર લગાવવામાં આવે તો પણ તમને રાહત મળી શકે છે. નારંગી માં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે ચામડી ના દુખાવાને દૂર કરીને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેથી તમારે દરરોજ નારંગી ખાવાની ટેવ પાડવી જોઈએ.
કારેલાના પાનને વાટીને તેની પેસ્ટ બનાવી લેવામાં આવે અને અસરગ્રસ્ત જગ્યાએ તેને લગાવવાનું શરૂ કરી દેવામાં આવે તો પણ ચામડીના રોગો દૂર થઈ શકે છે. જો તમે કોઈપણ તેલમાં લાલ મરચા લો છો અને
તેને એક શીશીમાં ભર ઓછો ત્યારબાદ જ્યારે તમને એલર્જીની સમસ્યા થાય ત્યારે તેને ત્વચા પર લગાવો છો તો તમે એકાદ મહિનામાં રાહતના પરિણામ મળવા લાગે છે. વળી તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર પણ થતી નથી.
જો તમે ફુલાવરનું શાક ખાવાનું શરૂ કરી દો છો તો તેમાં કોઈપણ પ્રકારનું ગંધક મળી આવતું નથી, જેના લીધે તે આસાનીથી પછી પણ જાય છે અને ત્વચાના રોગો પણ થતા નથી.
જો તમારી ચામડી પર કોઈ રોગ ના ડાઘ રહી ગયા છે અને તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે સૌથી પહેલાં લીંબુની છાલ લઈને તેને લીંબુના રસમાં મેળવી લેવી જોઈએ અને તેને બરાબર મિક્સ કરી લેવી જોઈએ. હવે જ્યારે તે બરાબર મિક્સ જાય ત્યારે તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ અને ત્યારબાદ અસરગ્રસ્ત જગ્યાએ બાંધી લેવું જોઈએ. જેનાથી કૃમિ કટાણું મરી જાય છે અને ચામડી પરના ડાઘો, ધાધર ખંજવાળ વગેરે દૂર થઈ જાય છે.