ધુપમાં વપરાતો ગુગળ એ જંગલોમાંથી મેળવવામાં આવે છે. ત્યાંના લોકો ગુગળ નો વેપાર કરતા હોય છે જેમાં ખાસ કરીને આદિવાસી લોકો તેના સાથે સંકળાયેલા હોય છે. ગુગળ એક વનસ્પતિ નો સુગંધી ગુંદર છે.
તે બહુ મોંઘો હોવાથી બજારમાં ભેરસેર ની શક્યતાઓ જોવા મળે છે. રોગ મટાડવામાં ગૂગળ ખુબજ ઉપયોગી છે. સાચો ગુગળ અગ્નિમાં બળી જાય છે અને ગરમ પાણીમાં તરતજ ઓગળી જાય છે.
ગુગળ ના ઝાડ ચારથી બાર ફૂટ ઊંચાઇના જોવા મળે છે. તે સૌરાષ્ટ્ર, કચ્છ અને મારવાડના સૂકા પ્રદેશોમાં જોવા મળે છે. તેના થડમાં ચીરો કરીને તેના રસ ને ગુગળ તરીકે ઓળખવામાં આવે છે.
ગુગળ નું ઝાડ સફેદ રંગ નું ડાળીઓ વાકાચુંકી થડ લાલાશ પડતા પીળા કાગળ જેવી છાલ જોવા મળે છે. તેના પાન નાના ,ચીકણા અને ચમકતા હોય છે.
તેના ફળ નાના ખુશ્બુદાર અને લાલ રંગના હોય છે. તેના ફળને ગુગરિયા તરીકે ઓળખવામાં આવે છે. ફળ મોં માં રાખવાથી મોં ચોખ્ખું અને સુગંધીત રહે છે.
ગુગળ સ્વાદે કડવો,તીખો,ગરમ અને રસાયન,વાજીકર,ચીકણો વાયુના રોગો તથા ભગદંર જેવા રોગો ને મટાડનાર છે. ભાંગેલા હાડકા ને જોડનાર,જઠરાગ્નિ વધારનાર અને જૂનો ગુગળ વજન ઘટાડનાર છે.
ગુગળ ની બનાવટોનો ઉપયોગ કરતી વખતે ખાટા, મૈથુન,પરિશ્રમ અને મદ્યપાનનો ત્યાગ કરવો જોઈએ. ગૂગળ મધુર હોવાથી વાયુ,તૂરો હોવાથી પિત્ત અને કડવો કફ ને મટાડે છે.
ગુગળ ના ઉપાયો
ઘરમાં ગૂગળ નો ધૂપ કરવાથી હવા ચોખ્ખી રહે છે અને જીવજંતુઓ અને જીવાણુ મરી જાય છે. ત્રિફળા ગુગળની બે-બે ગોરી સવાર સાંજ લેવાથી ભગ્નદર, નાસુર, રક્તવિકાર અને મેદ ઘટે છે. કાંચનાર ગૂગળ ની બે-બે ગોળી સવાર -સાંજ લેવાથી ગળાની કંઠમાળાની ગાંઠો મટી જાય છે.
રોજ સવારે અને રાત્રે મેહોદર ગૂગળ અથવા ત્રિફલા ગૂગળ ની ગોળીનો ભુકો લેવાથી મેદ ઘટી ને વજન ઘટે છે. સાંધા ના વા માટે મહાયોગરાજ ગૂગળ પરુ, ચાંદા, મેદરોગ ત્રિફલા ગુગળ અને ગાંઠો મટાડવા કિશોર ગુગળ લેવો.
કોઇપણ વાઇરસજન્ય કે ચેપી રોગો ને દૂર કરવા માટે સવાર-સાંજ ગુગળ નો ધૂપ કરવો જોઈએ જેથી આવા રોગોથી બચી શકાય છે. ઘરનું વાતાવરણ શુદ્ધ કરવા માટે ગુગળ નો ધૂપ ખુબજ ફાયદાકારક છે. લીલા ગુગળ ને ગરમ પાણીમાં ઓગળી ત્રણ વાર લેવાથી ચરબીની ગાંઠો મટી જાય છે.
મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનોમાં અવશ્ય share કરો.