મિત્રો તમે જાણતા જ હશો કે ઘણી વનસ્પતિ ખાવા માટે તો ઘણી દવા માટે ઉપયોગી થતી હોય છે, તો મિત્રો તેમાણી જ એક એવી વનસ્પતિ વિશે આપણે જણીશું, તે છે ગિલોય.
મિત્રો ગિલોય એ એક વેલા સ્વરૂપ ની વનસ્પતિ છે, ગિલોય એ લીંબડા કે આંબા ના ઝાડ પર વીંટળાયેલી જોવા મળે છે, જે મોટા ભાગે બધી જ જગ્યાએ જેમ કે જંગલ ,પહાડી વિસ્તાર,રેલ વગેરે જગ્યાએ જોવા મળતી હોય છે.
આજના સમય માં જે કોરોના ની મહામારી ચાલી રહી છે તેના થી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે, તો મિત્રો તેમાં ગિલોય એ બહું જ ઉપયોગી જણાયું છે. જે લોકો કોરોના ગ્રસ્ત થયા છે તેમને જણાવ્યું કે આયુર્વેદ જ કોરોના મટાડવા માટે નો એક ઉપાય છે. ગિલોય નામની જડીબુટ્ટી થી કોરોના મટાડવા માટે ઉપયોગી છે.
ગિલોય માં કેટલાક પ્રમાણ માં ઉપયોગી એવા તત્વો રહેલા છે જેવાકે ગ્લુકોસાઈડ, ટીનોસ્પોરીન, પામેરિન, ટીનોસ્પોરીન એસિડરહેલા છે તેની સાથે સાથે ઉપયોગી એવા કોપર, આર્યન, કૅલ્શિયમ, ઝીંક વગેરે પણ હોય છે જે ઘણા ઉપયોગી હોય છે.
ગિલોય ના ફાયદા અને ઉપયોગ
મિત્રો ગિલોય નો 3 રીતે ઉપયોગ કરી શકાય છે 1)ગિલોય નો જ્યુસ, 2)ગિલોય સત્વ, 3)ગિલોય ચૂર્ણ. જો મિત્રો તમને સતત તાવ રહેતો હોય તો ગિલોય ના કાઢા નું સેવન કરી શકો છે અથવા તો ગિલોય ને વાટી ને પાણી સાથે પીવાથી પણ રાહત મળતી હોય છે. આજ ના સમય માં બધા ને એવી ઈચ્છા હોય છે કે તે જવાન દેખાય તેના માટે પણ ગિલોય એ ખૂબ જ ઉપયોગી છે.
પાચનતંત્ર ને ફિટ રાખવા અને અસ્થમા જેવા રોગો થી બચવા પણ ગિલોય ખૂબ જ અસર કારક છે. ગિલોય એ ખૂબ જ ઉપયોગી હોવાથી તેણે અમૃતા તરીકે કે પણ ઓળખાય છે. ગિલોય નો રસ પીવાથી શરીર ની પીડા પણ દૂર થાય છે.
ગિલોય શરીર ના દોષો એવા કફ, વાત, અને પીત્ત ને પણ સંતુલિત કરે છે.ગિલોય ઉલટી,બેહોશી, કફ, કરચલી, ટાઇફોઇડ, ડેન્ગ્યુ વગેરે જેવા રોગો માં તેનો ઉપયોગ થાય છે.ગિલોય લાંબા સમય થી ચાલતો વાયરલ ના રોગ સામે પણ રક્ષણ આપે છે.
ગિલોય નું સેવન કરવાથી શરીર માં રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટી વધે છે. ગિલોય નો અર્ક અને મધ સાથે ખાવાથી મલેરીયા માં રાહત મળે છે. તાવ માટે ની દવા માં 90%ઉપયોગી ઘટક તરીકે થાય છે. અડધો ગ્રામ ગિલોય ને આંબરા ના પાવડર સાથે દરરોજ સેવન કરવાથી પાચનતંત્ર સારું થાય છે.
તમને મારો આર્ટિકલ ગમ્યો હોય તો તમારા પરિવારજનો અને મિત્રો ને મોકલો.