દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપી શકતા નથી. જેના લીધે તેઓને લાંબા સમયે વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે.
દિવસ દરમિયાન ખુરશી પર બેસીને કામ કરવાથી અને વધારે શારીરિક મહેનત ન કરવાને લીધે લોકોને હાથ-પગના અને સાંધાના દુખાવા ની સમસ્યા રહેતી હોય છે.
જ્યારે લોકોને દુખાવાની સમસ્યા થાય છે ત્યારે તે સૌથી પહેલા ડોક્ટર પાસે જઇને તેમની દવા નો આશરો લેતા હોય છે. કારણ કે તેનાથી વ્યક્તિને ઝડપથી રાહત મળે છે પરંતુ શું તમે જાણો છો કે વધારે પ્રમાણમાં ડોક્ટરી દવાઓનો ઉપયોગ કરવાથી અન્ય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને રસોડામાં રહેલી એવી બે વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સાંધાના દુખાવાને દૂર કરવા માટે કામ કરે છે. તમને જણાવી દઈએ કે અમે જે વસ્તુ વિશે વાત કરી રહ્યા છીએ
તે ગોળ અને ચણા છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેનું દરરોજ સેવન કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓ થી આસાનીથી છુટકારો મેળવી શકાય છે.
જે મહિલાઓના શરીરમાં લોહીની કમી હોય અને તેના લીધે એનીમીયા નો રોગ પરેશાન કરી રહ્યો હોય તો તમારે કાળા ચણાને પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઇએ.
તેની સાથે તમે ગોળનું પણ સેવન કરી શકો છો. કારણ કે ગોળમાં આર્યન મળી આવે છે જે તમારા શરીરમાં લોહીની કમીને દૂર કરવાનું કામ કરે છે.
આ સાથે ગોળ અને ચણા માં ચરબી ઓછી કરવાના ગુણો હોય છે. જે લોકો વજન વધારાને લીધે પરેશાન થઈ ગયા છે તેવા લોકોએ પોતાના ભોજનમાં ગોળ અને ચણા નું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
કારણ કે આ બન્નેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમે ભોજનથી દૂર રહી શકો છો.
અત્યારે કોરોના કાળમાં મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં જ રહીને કામ કરી રહી છે. જેના લીધે તેમની શારીરિક ક્રિયાઓમાં ઘટાડો થયો છે. જે વજન વધારો, પેટના રોગો, પાચન શક્તિનો અભાવ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરે છે.
જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે ડુંગળી, લસણ અને મીઠુંને ચણામાં ઉમેરીને ખાવાનું શરૂ કરી લેવું જોઈએ. જેનાથી તમારી પાચન ક્રિયા એકદમ મજબૂત બને છે.
જે મહિલાઓ પિરિયડ દરમિયાન વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહી છે તેવી મહિલાઓએ પણ ગોળ સાથે ચણાનું સેવન કરવું જોઈએ. જે માસિક ધર્મ દરમિયાન મદદગાર સાબિત થાય છે.
ગોળ અને ચણા નું સેવન કરવાથી વ્યક્તિને દિવસ દરમિયાન ઉર્જા પણ મળી રહ્યા છે. જેના કારણે તેઓ થાક્યા વિના ઘણા કલાકો સુધી સારું કામ કરી શકે છે. જે લોકોના સ્વભાવમાં ચિડીયાપણું હોય તેવા લોકોએ પણ ગોળ અને ચણા ખાવાનું શરૂ કરી દેવું જોઇએ. કારણ કે તેના સેવનથી મગજ એકદમ શાંત બને છે અને તમારો મૂડ પણ એકદમ ફ્રેશ રહે છે.
જો તમે ચણાને રાતે પલાળીને સવારે ખાવાની ટેવ પાડી દો છો તો તમારે આંખના નંબર ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તમારી આંખોની રોશની માં વધારો થાય છે. સામાન્ય રીતે તમે ધ્યાન આપ્યું હોય તો
ઘણા બાળકોની કુપોષણને લીધે ઊંચાઇ વધતી નથી અને આસાનીથી ભોજન પણ પચી શકતું નથી. જો આવા બાળકો ચણા અને ગોળ ખાવાનું શરૂ કરી દે છે તો તેમની પાચનક્રિયા તો સારી થાય છે સાથે સાથે તેમનું શરીર પણ એકદમ મજબૂત બને છે.
ગોળ અને ચણા માં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન, આયરન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરની મોટાભાગની બિમારીઓને દૂર કરી શકે છે. જે લોકો કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ પણ ગોળ અને ચણા નું સેવન કરવું જોઈએ.