આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કામ કર્યા વગર પણ માથું દુખ દુખ કરે છે, આ ઉપાયથી બધો દુખા:વો થઈ જશે ગાયબ

દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વાત કરવામાં આવી છે, જેનો અમલ કરીને આપણે ઘણી બધી બિમારીઓથી ઘરબેઠા છુટકારો મેળવી શકીએ છીએ.

વળી આ બધી ઔષધિઓનો ઉપયોગ કરવાથી કોઈ આડઅસર પણ થતી નથી, જેના લીધે આપણે આડઅસર વિના રોગોથી મુક્તિ મેળવી શકીએ છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે કુદરતે આપણને દરેકને પ્રકારના રોગોથી બચવા માટે કુદરતમાં એવી ઘણી બધી વસ્તુઓનું નિર્માણ કર્યું છે, જેનો ઉપયોગ કરીને આપણે બીમારીઓથી સ્વસ્થ રહી શકીએ છીએ.

આજની ભાગદોડ ભરી જીંદગીમાં જો કોઇ સમસ્યા વ્યક્તિને સૌથી વધારે હેરાન કરી રહી હોય તો તે સમસ્યા માથાનો દુખાવો છે. હા, માથાનો દુખાવો એક એવી સમસ્યા છે કે જેનાથી મોટાભાગના લોકો ઝઝૂમી રહ્યા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજના પ્રદૂષણ યુક્ત જીવન, ઘોઘાટ ભર્યા વાતાવરણ અને દિવસ દરમિયાન કામ ની મગજમારી ના લીધે વ્યક્તિને માથાના દુખાવા નો સામનો કરવો પડે છે અને જ્યારે કોઈ વ્યક્તિને માથાનો દુખાવો શરૂ થઇ જાય છે ત્યારે તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ બની જાય છે.

વળી માથાના દુખાવા માટે વારંવાર ડોક્ટર દવાઓનો આશરો લેવો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તેથી આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,

જેનો અમલ કરવા માત્રથી આપણે માથાના દુખાવાથી છુટકારો મેળવી શકીએ છીએ. તો ચાલો આપણે જાણીએ કે આ ઔષધિઓ કઈ કઈ છે.

તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે નસ્ય કર્મ નામની ચિકિત્સા પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે.

આ પદ્ધતિમાં નાકની અંદર એક એવી વસ્તુ દાખલ કરવામાં આવે છે, જેથી કરીને માથાનો દુખાવો માઈગ્રેન અને આધાશીશી સમસ્યાઓથી વ્યક્તિને કાયમી ધોરણે છુટકારો મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સામાન્ય રીતે નસ્ય કર્મ પદ્ધતિમાં વિવિધ પ્રકારની બીમારીઓ માટે વિવિધ પ્રકારના તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા તેલ નાકમાં દાખલ કરીને વ્યક્તિને બિમારીઓથી રાહત આપવામાં આવે છે. આ જ રીતે દેશી ઘી નો ઉપયોગ પણ નસ્ય કર્મ માટે કરવામાં આવતો હોય છે.

જો તમને માથાનો દુખાવો થઈ રહ્યો હોય, ચક્કર આવી રહ્યા હોય અથવા માઈગ્રેનની સમસ્યા હોય તો તમારે નસ્ય કર્મ કરવા માટે દેશી ઘી નો ઉપયોગ કરવો જોઈએ.

હકીકતમાં દેશી ઘી નો ઉપયોગ નસ્ય કર્મ માટે કરવાથી આપણા શરીરમાં ચમત્કારી ફેરફારો જોવા મળે છે અને બિમારીથી તરત જ રાહત મળે છે. આ પદ્ધતિ અમલમાં મૂકવા માટે સૌથી પહેલા દેશી ઘીને હૂંફાળું ગરમ કરવું જોઈએ.

ત્યારબાદ રાત્રે સૂતી વખતે આ પ્રવાહી સ્વરૂપ દેશી ઘી ના બે ટીપા પોતાની નાક માં નાખી દેવા જોઈએ. ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી ઊંડા શ્વાસ લેવા જોઈએ અને પોતાના મસ્તિષ્ક ને શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને ચમત્કારિક પરિણામો જોવા મળશે.

જો તમે એક અઠવાડિયા સુધી રોજ સવારે અને રાત્રે સૂતી વખતે આ પદ્ધતિનો ઉપયોગ કરશો તો તમને તેના ચમત્કારિક પરિણામો જોવા મળશે અને માઈગ્રેન, આઘાશિશી, ચક્કર આવવા અને માથાના દુખાવાથી કાયમી ધોરણે તમને છુટકારો મળી જશે.

જો તમે માથાના દુખાવાથી કાયમી ધોરણે છુટકારો મેળવવા માંગતા હોય તો એક અઠવાડિયા સુધી સતત આ નસ્ય કર્મ પદ્ધતિનો પ્રયોગ કરવો જોઈએ. ત્યારબાદ બે અઠવાડિયા સુધી વિરામ લેવો જોઈએ.

અને ફરીથી એક અઠવાડિયું આ ઉપાય કરવો જોઈએ. જો તમે આ રીતે થોડા અઠવાડિયાઓ સુધી નસ્ય કર્મ પદ્ધતિનું પાલન કરશો તો તમને કાયમી ધોરણે માથાના દુખાવાથી છુટકારો મળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!