આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સાંધાના દુખાવાનો થઈ જશે ઈલાજ ખાલી દૂધમાં મિક્સ કરીને પી લો આ પાવડર

દોસ્તો સામાન્ય રીતે ખસખસ નો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે થતો હોય છે. વળી ઘણા લોકો સબ્જી બનાવવામાં પણ ખસખસ નો ઉપયોગ કરતા હોય છે તો ઘણા લોકો ખીર બનાવીને ખાય છે. જોકે ખસખસ તમારા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે. ઘણા વર્ષોથી ખસખસ નો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવી રહ્યો છે.

ખસખસ માં કેલરી, ફેટ, ફાઇબર, કેલ્શિયમ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે ખસખસ આયરનો પણ સારો એવો સ્ત્રોત છે, જે આપણા શરીરને વિવિધ પ્રકારની બીમારીઓથી બચાવે છે.

ખસખસની અંદર એવા પોષક ગુણધર્મો મળી આવે છે જે આપણા શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી રાહત આપી શકે છે. જો તમે કોઈ જગ્યાએ દુખાવો થઈ રહ્યો હોય તે ભાગની ખસખસના તેલથી માલિશ કરો છો તો તમને થોડીક જ મિનિટોમાં દુખાવાથી રાહત મળી શકે છે.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય તો તમે ખસખસ નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ખસખસમાં એવા ગુણ પણ મળી આવે છે, જે શ્વાસ લેવાની સમસ્યાથી રાહત આપે છે. આ માટે તમારે ખસખસને ગરમ દૂધમાં ઉમેરીને પીવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી શ્વાસ લેવાની તકલીફ તો દૂર થશે સાથે સાથે ઉંઘ પણ સારી આવશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો ઉનાળામાં મોઢામાં ચાંદા પડી જવાની સમસ્યાને લીધે પરેશાન રહે છે તો તેવા લોકોએ પણ ખસખસનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં ખસખસ ની તાસીર ઠંડી હોય છે અને તે આપણા પેટની ગરમીને દૂર કરે છે. વળી જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો પણ ખસખસ નું સેવન કરવું જોઇએ. જેને ખાવા માત્ર થી પાચનશક્તિમાં વધારો થાય છે અને શરીરને પૂરતી શક્તિ પણ મળી શકે છે.

આજકાલ મોટાભાગના લોકોને થાઈરોઈડની સમસ્યા પરેશાન કરી રહી હોય છે. જો તમે પણ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે ખસખસનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ખસખસ માં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે થાઇરોઇડ ની સમસ્યા દૂર કરે છે.

જો તમારી કીડનીમાં પથરી છે અને આ પથરી દૂર થવાનું નામ લઇ રહી નથી તો તમારે ખસખસ નું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી પથરી નાના ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે અને આસાનીથી પેશાબ મારફતે બહાર નીકળે છે.

જો તમે ખસખસ સાથે દૂધનું સેવન કરો છો તો તમારી ત્વચા પર રોનક જળવાઈ રહે છે. વળી ખસખસ માં પોટેશિયમ મળી આવતું હોવાને કારણે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તે દવાની જેમ કામ કરે છે. જો તમારા હાડકાં નબળા બની ગયા છે અને તમે તેને મજબૂત બનાવવા માંગો છો તો મારે ખસખસને દૂધ સાથે સેવન કરવું જોઈએ. કારણ કે ખસખસ અને દૂધ બંનેમાં કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત કરવા માટે કામ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!