આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ પાવડરની ફાકી મારી લેશો તો આંતરડામાં ચોંટેલો બધો જ મળ બહાર નીકળી જશે

દોસ્તો આજના આધુનિક સમયમાં લોકો વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરી રહ્યા છે. જે પૈકી કેટલીક બીમારીઓ તો એવી છે જેનાથી વ્યક્તિ વારંવાર બીમાર પડતો હોય છે

અને ડોકટરી દવાઓનું સેવન કર્યા પછી સ્વસ્થ થતો હોય છે પંરતુ તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે વધુ પ્રમાણમાં ડોકટરી દવાઓનો ઉપયોગ કરવાથી શરીર પર હાનિકારક અસર પડે છે.

વળી હાલમાં કોરોના કાળમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વ્યક્તિ નાનામાં નાની બીમારીની ઝપટમાં આવી જાય છે તો તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક ઘરેલુ મિશ્રણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો વપરાશ કરીને તમે આસાનીથી આડઅસર વિના બીમારીઓથી છુટકારો મેળવી શકશો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ મિશ્રણ બનાવવા માટે તમારે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ભરીને ગેસ પર ગરમ કરવા માટે મૂકવું પડશે. હવે જ્યારે પાણી હૂંફાળું ગરમ થઈ જાય ત્યારે તેમાં એક ચમચી જીરૂ ઊમેરી લેવું પડશે.

ત્યાર બાદ તમારે જીરૂ ની સાથે સાથે અજમો પણ ઉમેરી દેવો પડશે. હવે તેને ઢાંકીને 10 મિનીટ માટે ગરમ થવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ જ્યારે અજમાના દાણા મોટા થવા લાગે અને પાણીનો રંગ પીળો થઇ જાય ત્યારે

તેને ગેસ પરથી નીચે ઉતારી ફિલ્ટર કરી લેવું જોઈએ. હવે તેનો સ્વાદ વધારવા માટે દવા સંચળ અને લીંબુના ટીપાં ઉમેરી લેવા જોઈએ. કારણ કે લીંબુમાં વિટામિન સી હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કામ કરે છે.

જો તમે આ મિશ્રણને દિવસ દરમિયાન એક થી બે વખત પીવો છો તો તમે આસાનીથી કફ, એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત, ભૂખ ન લાગવી પાચનશક્તિ નો અભાવ વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને પાચન શક્તિ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આવા લોકો ભોજન કરે છે ત્યારે તેમના આંતરડામાં વિવિધ પ્રકારનો કચરો એકઠો થઇ જતો હોય છે,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે પાછળ જતા ઘણી બીમારીઓ નું સ્વરૂપ ધારણ કરે છે પરંતુ તમે ઉપરોક્ત જણાવેલ મિશ્રણનું સેવન કરો છો તો તમારા આંતરડામાં જામી ગયેલો કચરો આપમેળે બહાર નીકળી જાય છે અને તમારું શરીર સ્વસ્થ બને છે.

જો તમે ગળામાં ખરાશ અને કફ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરો છો તો પણ તમે આ પ્રકારના ડ્રીંક નું સેવન કરી શકો છો. તેનાથી તમને કફની સમસ્યાથી તો છુટકારો મળે જ છે સાથે સાથે શરદી અને ઉધરસથી પણ રાહત મળી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!