આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કબજિયાત અને ગેસ જેવી બીમારી દૂર કરવી હોય આજે શરૂ કરી દો આ વસ્તુનું સેવન

દોસ્તો પ્રાચીન સમયથી લોકો પોતાના ભોજનમાં ગોળનો ઉપયોગ કરતા કરતા આવ્યા છે. જેમાં આર્યન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ સર્જાય છે ત્યારે એનિમિયા નામનો રોગ થાય છે હકીકતમાં આ રોગ લોહીની કમીને લીધે ઉત્પન્ન થાય છે જે ખૂબ જ જીવલેણ હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિને એનિમિયાની સમસ્યા થાય છે ત્યારે તેને આર્યન યુક્ત ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે તમારી આ સમસ્યા શેકેલા દાળિયા અને ગોળ ખતમ કરી શકે છે. હકીકતમાં દાળિયા અને ગોળમાં એવા બધા ગુણધર્મો મળી આવે છે જે તમારી એનિમિયાની બીમારી તો દૂર કરે જ છે સાથે સાથે અન્ય ઘણી બીમારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે ગોળમાં પુષ્કળ પ્રમાણમાં આર્યન મળી આવે છે જે આપણા શરીરમાં લોહીની ઊણપ પૂરી કરે છે અને લોહીનો પ્રવાહ વધારે છે. આ સિવાય ગોળમાં સોડિયમ, પોટેશિયમ અને અન્ય ઘણાં પોષક તત્વો હોય છે. જેના લીધે ગોળને ભોજનમાં સામેલ કરવાથી આપણા શરીરની રોગો સામે લડવાની શક્તિ માં વધારો કરી શકાય છે.

આ જ ક્રમમાં દાળિયા આપણા શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. જેના લીધે વ્યક્તિને લાંબા સમય સુધી કાર્ય કરવાની શક્તિ મળે છે. વળી વ્યક્તિ આળસ અને થાકનો પણ અનુભવ કરતો નથી. જો તમે વર્કઆઉટ કરી રહ્યા હોવ તો તમારે પોતાના ભોજનમાં દાળિયા ને ગોળ સાથે અવશ્ય ખાવું જોઇએ. કારણ કે તેમાં એવા પોષક તત્વો મળી આવે છે જે તમારા શરીરને એકદમ ફિટ બનાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે તેમાં મળી આવતું વિટામિન બી6 મગજને એકદમ તેજ બનાવે છે અને તમારી યાદ શક્તિમાં પણ વધારો થઇ શકે છે. આજ ક્રમમાં દાળિયા અને ગોળમાં ફાઈબર પણ વધારે પ્રમાણમાં હોય છે. જે પેટના રોગોને દૂર કરીને કબજિયાત, ગેસથી રાહત અપાવે છે. જે લોકો પોતાના વજનને નિયંત્રિત કરવા માંગે છે તેવા લોકોએ દરરોજ દાળિયા અને ગોળનું સેવન કરવું જોઈએ. જેનાથી વજન એકદમ કાબૂમાં આવી જાય છે અને શરીરની શક્તિમાં પણ વધારો થાય છે.

દાળિયા પ્રોટીનથી સમૃદ્ધ હોય છે. જ્યારે તેને ગોળ સાથે ખાવામાં આવે છે ત્યારે તમારા શરીરની મસલ્સમાં વધારો થાય છે અને સ્નાયુઓ સક્રિય રીતે કામ કરે છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેવા લોકોએ દાળિયા અને ગોળનું સાથે સેવન કરવું જોઈએ. વળી આ બંનેમાં ફોસ્ફરસ, કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે આપણા દાંત અને હાડકાંને મજબૂત કરવા માટે કામ કરે છે.

દાળિયા સાથે ગોળનું સેવન કરવામાં આવે તો આપણા શરીરના મેટાબોલિક વેગમાં વધારો થાય છે. જેના લીધે ચરબી ઓછી થાય છે અને આપણે ધીમે ધીમે વજન ઓછું કરી શકીએ છીએ. ગોળ અને દાળિયા માં પોટેશિયમ મળી આવે છે, જે હાર્ટ એટેક અને હૃદય સંબંધી અન્ય બીમારીઓથી આપણને રાહત આપી શકે છે. વળી તેના સેવનથી શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી થતી હોવાને કારણે આપણે લાંબા સમય સુધી કાર્ય કરી શકીએ છીએ અને થાક પણ લાગતો નથી.

આ સાથે ગોળ અને દાળિયા નું સેવન કરવાથી આપણા શરીરમાં એમિનો એસિડ ની કમી પૂરી કરી શકાય છે. જેનાથી તણાવ ઓછો થાય છે અને આપણું મગજ એકદમ ફ્રેશ બની જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!