આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
  આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપાયથી તમારા સફેદ વાળ પણ ડામર કરતા કાળા થઈ જશે

અત્યારના સમયમાં વાળમાં વધુ પડતા કેમિકલના ઉપયોગથી, જંક ફૂડ ખાવા પીવાની આદતથી અને વાતાવરણ ના પ્રદુષણને લીધે મોટી ઉંમરમાં તો ઠીક પણ નાની ઉંમરના બાળકોને પણ સફેદ વાળ થવાની સમસ્યા ઉભી થઇ છે.

અને આ સમસ્યા થવા પાછળના કારણ શોધવા ખૂબ જ મુશ્કિલ છે પણ આજે અમે જે ઉપાયો બતાવવા જઇ રહયા છે તેનાથી તમે ઘરેજ તમારા વાળ પ્રાકૃતિક રીતે કાળા કરી શકો છે

એ પણ કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર. તો ચાલો જોઈએ પ્રાકૃતિક રીતે વાળ કાળા કરવાના અને સફેદ થતા અટકાવવાના ઘરેલું ઉપાય..

(1) ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે. (2) આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં દરરોજ લગાવવાથી વાળ ચમકીલા બને છે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અને વાળ સફેદ થતાં અટકે છે. (3) વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં અટકે છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ ધીમે ધીમે કાળા થાય છે.

(4) દરરોજ વહેલી સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે અને વાળ મજબૂત બને છે. (5) બાળપણમાં જ વાળ સફેદ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં દરરોજ લગાવવાથી વાળ કાળા થવા લાગે છે અને ધીમે ધીમે કાળા થઈ જાય છે.

(6) પહેલા આપણા ધારડાઓ વાળમાં દેશી ઘીથી માલિશ કરાવતા હતા. ઘી થી માથાની ત્વચાને વધુ પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.

(7) મેંદીને નારિયેળ તેલમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ વાળમાં સતત 15 દિવસ લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો.

(8) 200 ગ્રામ ભાંગરો, 22 ગ્રામ આમળા, 200 ગ્રામ સાકર, 200 ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.(9) વાળ ધોવા માટે લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

(10) તલનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.

(11) માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ટ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. જેથી વાળ કાળા, મજબૂત અને જાડા બને છે. (12) એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણ વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.

(13) નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.

(14) નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે. (15) આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ ધીમે ધીમે કાળા થાય છે.

(16) આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરી અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ ધીમે ધીમે કાળા થવા લાગે છે. (17) વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે. (18) ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં દરરોજ લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.

(19) વાળમાં દરરોજ લીમડાના તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે. (20) નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા બધા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.

(21) લીલા આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં દરરોજ લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે. (22) તુરિયાના કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળા થાય ત્યાં સુધી ઉકાળવા. ત્યારબાદ તે તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.અને તમને સફેદ વાળમાંથી મુક્તિ મળશે.

આમ, આ ઉપાયો તમારા વાળ કાળા કરવામાં 100 ટકા કારગર સાબિત થશે અને વાળ સફેદ થતા પણ અટકાવશે. અને તમને સફેદ વાળની સમસ્યામાંથી મુક્તિ પણ મળશે.

તમને અમારો આ લેખ ગમ્યો જ હશે એટલે આ લેખને તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર અવશ્ય કરો અને હા જો હજુ સુધી જો તમે અમારું આ પેજ લાઈક નથી કર્યું તો નિચેવાળું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો..
ધન્યવાદ.. જય હિન્દ…

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!